અમદાવાદમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ જેવા શહેરમાં સ્કોચ, વોડકા જેવી બ્રાન્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે બુટલેગરો કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો. જેના પર PCBએ દરડો કરીને ડુપ્લિકેટ દારૂ ઝડપી પાડ્યો.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી જતો હતો. માણેકબાગ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકેએ ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો 200 રૂપિયા વાળો જ દારૂ હોય.

અમદાવાદ PCBએ માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં દરડો કર્યો. દરડા દરમિયાન પોલીસ ફ્લેટમાં પ્રવેસયા ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ. આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ, પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર, તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી. આ બધાનો ઉપયોગ બનાવટી દારૂ બનાવવા માટે થતો હતો. PCBએ પકડાયેલા આરોપીને ગુના અંગેની પૂછપરછ કરી આગવી તજવીજ હાથ ધરી