સુરત : ચીલઝડપ કરીને ભાગેલા ઇસમો ઝડપાયા

અબ્રામા-કઠોર તરફ જતાં રોડ પર મોટર સાઇકલ પર સવાર શિક્ષિકાનું 1.32 લાખની મતા ભરેલું પર્સ છીનવી ભાગેલા બે ઇસમોને દબોચી લેવાયા. અને ચિલઝડપનો મુદ્દામાલ રિકવર કરાયો. કામરેજ તાલુકાના કઠોર ગલીયારા હાઇસ્કુલની શિક્ષિકા હેમાંગીબેન મહેન્દ્રભાઈ માસુકિયા રહે. મોટા વરાછા સુરત સવારે પોતાની એકટીવા પર પગ પાસે પર્સ મુકી કઠોર ગામની સીમમાં અબ્રામાથી કઠોર જતા રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે વાઘેશ્વરી માતાનાં મંદિરથી આશરે 500 મીટર દુર પસાર થતી એક નંબર વગરની મોટર સાઈકલ પર આવેલા બે યુવાનોએ પર્સ છીનવી ફરાર થઇ ગયા હતાં.

જે પર્સમાં કિંમતી ચીજ વસ્તુ હોય શિક્ષિકાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી. જે ગુનાની પીએસઆઇ એ એસ આઇ નરેશભાઇ, પોંકો નામદેવ કલાભાઇ તથા વિપુલ નાનજીભાઇ હે.કો.પકાશ પુંજાભાઇ શોધખોળ કરતા હોય. નરેશભાઇ તથા વિપુલભાઇ ને ચીલઝડપનાં ગુનામાં સંડોવાયેલ ઇસમ પર્સમાંની વસ્તુ વેચવા આંબોલી સહકારનગરનાં ગેટ પર ઉભા હોવાની બાતમી મળી. પોલીસે બંને આરોપીને ઝડપી લીધા ઇસમની પૂછતાછમાં તેમણે સરફરાઝ ઉર્ફે સક્કું યાશીન પઠાણ ઉ.વ.24, અકરમ ઉર્ફે મામા રફીકભાઇ ચોક્યા ઉ.વ.20 બંને રહે. આંબોલી જણાવ્યું. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ