અંજાર મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

copy image

અંજાર મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત થયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ. અંજાર મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર મહાદેવ મંદિરની બાજુમાં પાણીના ટાંકા પાસે અજાણ્યા વાહનને અડફેટે લેતા અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું આ અકસ્માતમાં વાહનનું ટાયર ફરી વળતા યુવાનના પેટ, છાતી અને ડાબા પગના ભાગ છુંદાઈ ગયા હતા મૃતકે બ્લૂ રંગનો સિક્સ પેક અન્ડર કન્ટસ્ટ્રકટ લખાણ લખેલો ટી-શર્ટ પહેર્યો હતો આ બનાવ ગઈકાલે રાત્રિના અરસામાં બન્યો હતો પશુપાલક અકબરભાઈ લધાભાઈ બુઢાની ફરિયાદના આધારે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી મૃતકના વારસદારોની શોધખોળ આરંભી.