ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહી (બાયો ડીઝલ) કિં.રૂ.૩૭,૭૧,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા મિલ્કત સંબધી/શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગેરકાયદેસર રીતે થતા પેટ્રોલિયમ પ્રવાહી (બાયો ડીઝલ) ટ્રાન્સપોર્ટેશનનાં મોટા વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતા હોય તેવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. ઝીંઝુવાડીયા સાહેબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની બાતમી હકીકત આધારે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમ બાલાજી હોટલ પાસે આવેલ એન.ટી.સી. સપ્લાય ચેઇન સોલ્યુશન પ્રા.લી.ના ટેન્કર વાહનો પાર્કિંગના વાડામાં ટેન્કરમાંથી અન્ય વાહનમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતા પેટ્રોલિયમ પ્રવાહી (બાયો ડીઝલ)ના મોટા જથ્થા સાથે નીચે મુજબના આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ –

( ૧ ) દીપ અતુલભાઇ ભડાણીયા ઉં.વ. 28 રહેવાશી નવકાર ગ્રીન સોસાયટી સીણાય તા. ગાંધીધામ

( ૨ ) સમીર અહેમદભાઈ મનસુરી ઉં.વ. 44 રહેવાશી ભારત નગર જય જોગણી સોસાયટી ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –

પેટ્રોલિયમ પ્રવાહી (બાયો ડીઝલ) લિટર૧૭,૫૦૦ કિંમત રૂપિયા૧૦,૫૦,૦૦૦/-

ટેન્કર વહાણ નંબરNL-01-AA-8274 કિંમત રૂપિયા20,00,000/-

નંબર વગરનું ટેન્કર (ટાંકો) કિંમત રૂપિયા3,00,000/-

કેબીન વગરનું ટેન્કર નંબરHR-55—આર-1285 કિંમત રૂપિયા3,00,000/-

EAST-MAN કંપનીનું મીટર પંપ (મશીન) કિંમત રૂપિયા 1,00,000/-

મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા10,000/-

કનેક્શન પાઇપ નંગ-1 કિંમત રૂપિયા1,000/-

એમ કુલ કિંમત રૂપિયા 37,71,000/-

આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.ઝીંઝુવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.