ગાંધીધામમાં લિફ્ટના દરવાજામાં માથું ફસાઈ જતાં નવ વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત

ગાંધીધામમાં લિફ્ટ ચાલું થઈ જતાં દરવાજા વચ્ચે માથું દબાઈ જતાં ૯ વર્ષના બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. દુર્ઘટના ગત સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં શહેરના સેક્ટર-૨, પ્લોટ નંબ૨ ૪૧ના ફ્લેટમાં ઘટી હતી. પોલીસે જણાવ્યું કે મરણ જનાર વિશાલ પ્રવિણભાઈ નાઈ ઘ૨ નજીક રમતો હતો. રમત-રમતમાં તે લિફ્ટમાં બેઠો હતો. કોઈક કારણોસર લિફ્ટની સ્વિચ ચાલું થઈ ગઈ હતી અને તે સમયે તેનું માથું દરવાજામાં ફસાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વિશાલના મૃતદેહને પરિચિત રામબાગ હોસ્પિટલે લઈ આવ્યાં બાદ ઘટના બહાર આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ