વડોદરા : ગોલ્ડન ચોકડીથી પકડાયેલા દારૂના ગુનામાં બૂટલેગર ઝડપાયો

ગોલ્ડન ચોકડી ખાતે પકડાયેલા દારૂ ભરેલા ટેન્કરમાં સંડોવાયેલા બુટલેગર જયદીપ ગામીતની ડભોઈ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. આ કેસમાં હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ટેન્કરમાંથી રૂા.44.15 લાખની 17,340 દારૂની બોટલો મળી.

ક્રાઈમ બ્રાંન્ચના પીઆઈ એમ.એફ.ચૌધરી અનુસાર ગોલ્ડન ચોકડી પાસેના સાંઈબાબા ટ્રક પાર્કિંગમાંથી રેડ પાડીને રૂા.44.15 લાખની 17340 વિદેશી દારૂની બોટલો સાથે બે આરોપીને પકડ્યા. જયદીપ ગામીતની સંડોવણી જણાતા ડભોઈ રોડથી ઝડપ્યો.

હરણી પોલીસને બાતમી મળી કે હરીશ ઉર્ફે હેરી બ્રહ્મક્ષત્રીય (વારસીયા)એ કન્ટેનરમાં દારૂ મંગાવ્યો છે. પોલીસે દારૂ ભરતા મહાવીર કલાલ રહે. રાજસ્થાન તથા કેસુલાલ નાનાલાલ ગાડરી રહે. ઉદેપુર પણ દારૂને ગાડીઓમાં ભરતા પકડાયો. દારૂ રાજસ્થાનથી રાજુસિંગે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું.
ક્રાઈમ બ્રાંન્ચે ઈ-ગુજકોપમાં સર્ચ કરતા આરોપી જયદીપ ગામીત 35 વિરૂધ્ધ જે.પી રોડ, કારેલીબાગ, બાપોદ પોલીસ મથકમાં વાહન ચોરી અને નોકર ચોરીના 4 ગુના નોંધાયેલા. આ ઉપરાંત નવસારી રૂરલ, વાઘોડિયા, છોટાઉદેપુરના પાનવડ, આણંદના આંકલાવ અને વડોદરાના વાડી પોલીસ મથકમાં વિદેશી દારૂના 7 ગુનામાં આરોપી ઝડપાયેલો.