ગાંધીનગર તાલુકાના બોરીયા હરિપુરા પાસેથી દારૂ સાથે ઇસમો ઝડપાયા

ગાંધીનગર તાલુકાના બોરીયા હરિપુરા પાસેથી બે બાઇક ઉપર દારૂ લઇને આવતા બે ઇસમને ઝડપી લીધા. ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ ઉપરથી બાઇક ઉપર પોલીસથી બચવા માટે દારૂ લઇને નિકળ્યા હતા. પરંતુ ચિલોડા પોલીસની ટીમે દારૂ સાથે બંને ઇસમને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી.

મળતી માહિતી મુજબ ચિલોડા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ગિયોડ ગામના રોડથી બોરીયા હરિપુરા તરફ જતા રોડ ઉપર બે બાઇક લઇને બે ઇસમ દારૂ લઇને પસાર થઇ રહ્યા છે. જેને લઇને પોલીસ વોચમા ગોઠવાઇ ગઇ. જ્યારે બાઇક ગિયોડ તરફથી નિકળ્યા હતા, તે દરમિયાન પોલીસની ટીમ પણ ઇસમને પકડવા પાછળ દોડી.

ત્યારે ઇસમો દ્વારા બાઇકની સીટની નીચે ખાના બનાવીને દારૂ સંતાડવામા આવ્યો હતો. પોલીસે બાઇક નંબર જીજે 08 એડી 7885 અને જીજે 09 એજે 8555ને પકડ્યુ. ઇસમ ચંન્દ્રલાલ બુદ્ધદેવ નીનામા અને લાલચંદ કિશોરવેલા નીનામા બંને રહે, દેમત, નયાગામ, ઉદેપુર, રાજસ્થાનને ઝડપી લીધા. ઇસમો પાસેથી 90 બોટલ ક્વોટરીયા કિંમત 7650, બાઇક સહિત 27650નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી.