ગાંધીધામમાં માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો


માદક પદાર્થગાંજાના જથ્થા સાથે આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડ્યા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં ગાંધીધામ શહેર વિસ્તારમાં નાર્કોટીકસની બદી સંપૂર્ણપણે નાબૂદ કરવા વારંવાર સૂચના આપેલ હોય અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટીકસની કેસો શોધી કાઢવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી મળેલ બાતમી આધારે ચારસો ક્વાટર ગાંધીધામ ખાતેથી પીઆગો છકડા માંથી માદક પદાર્થ ગાંજો પકડી એફ.એસ.એલ અધિકારી શ્રી કે.એમ તાવિયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા પશ્ચિમ ભૂજ કચ્છ નાઓને સ્થળ પર બોલાવી મળી આવેલ માદક પદાર્થ બાબતે ખરાઈ કરતા જે માદક પદાર્થો ગાંજો જણાવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પકડાયેલા આરોપીઓ-
( 1 ) દિનેશભાઈ જીવણભાઈ પરમાર ઉંમર વર્ષ 29 રહે કાર્ગો ઝુપડા એકતાનગર ગાંધીધામ
( 2 ) રવિ મનસુખભાઈ દેવીપુજક ઉંમર વર્ષ ૨૦ રહે કાર્ગો ઝુપડા એકતાનગર ગાંધીધામ
( 3 ) રાજુભાઈ લક્ષ્મણભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 34 રહે કાર્ગો ઝુપડા એકતાનગર ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાંલ-
- ગાંજાનો જથ્થો 500 ગ્રામ કિંમત રૂપિયા 50,000/-
- મોબાઇલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 12,000/-
- પીઆગો કંપનીનો છકડો રજીસ્ટર નંબર જીજે 08 એટી 5176 કિંમત રૂપિયા 50,000/-
- કુલ કિંમત રૂપિયા 1,12,000/-
ઉપરોકત કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. ઝાલા તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ.