ગાંધીધામમાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો


આધાર પુરાવા વગરના શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા મિલકત સંબંધી/શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી અગાઉ ચોખાની ચોરીઓ થયેલ હોય જેથી બીજીવાર આવી ચોરીઓ ન થાય તે માટે જરૂરી પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી એન ઝિંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાદમી હકીકત આધારે મણી કોમ્પલેક્ષ પડાણા તા-ગાંધીધામ મધ્યે આવેલ બીજા નંબરની દુકાનમાંથી તથા મહિન્દ્રા બોલેરો મેક્ષ ડાલુ રજીસ્ટર નંબર gj 12 y 0364 વાળા માંથી નીચે મુજબ આધાર પુરાવા વગરના શંકાસ્પદ ચોખાનાં જથ્થા સાથે આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
પકડાયેલા આરોપીઓ-
- શીવાભાઈ લગધીરભાઇ ચૌધરી ઉંમર વર્ષ 45 રહે મેઘપર બોરીચી તા-ગાંધીધામ
- મહેશ રમેશભાઈ દેવીપૂજક ઉંમર વર્ષ 32 રહે નવી સુંદરપુરી ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત-
- ચોખાની 50 કિલોગ્રામ ની બોરીઓ નંગ 118 કુલ્લે ચોખા 5900 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 1,06,000/-
- મહિન્દ્રા બોલેરો મેક્ષ ડાલુ રજીસ્ટર નંબર જીજે 12 વાય 0364 કિંમત રૂપિયા એમ કુલ કિંમત રૂપિયા 4,06,000/-
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ઝીંઝુવાડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.