આણંદના બાકરોલ-વડતાલ રોડ પર કારે બે ને અડફેટે લેતાં એકનું મોત

આણંદના વલાસણ તાબેના ઢેબાકુવા ખાતે રહેતો વસંતકુમાર મનુભાઈ સોલંકી ઉ.વ.17 ધો.12માં અભ્યાસ કરે છે. તે તેમજ તેનો મિત્ર રાકેશ શનાભાઈ ભરવાડ ઉ.વ.18 બાઇક પર બાકરોલ થી વડતાલ તરફ જવા નીકળ્યા હતા. તેઓ બાકરોલ-જોળ રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે પહોંચ્યાં તે સમયે પુર ઝડપે પસાર થઇ રહેલી કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી. જેના કારણે વસંત અને રાકેશ રસ્તા પર જ પટકાયા. આ બનાવ બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો.

બીજી તરફ બનાવમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં વસંતનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું. જ્યારે રાકેશ ભરવાડને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલમાં તેની હાલત ગંભીર છે. આ મામલે વિદ્યાનગર પોલીસે અજાણ્યા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.