ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન પંચાલ સાહેબની સૂચના મુજબ દારૂ-જુગારના સફર કેસો શોધી કાઢવા અને બંદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા સુચના આપેલ જે અન્વયે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર બારોટના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજ મંગલભાઈ ગઢવી તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ રાજ રાજેન્દ્ર જેસર નાઓને સંયુક્ત રીતે ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, “અલ્તાફ ઉર્ફે અલ્તુ રમજુ મમણ રહે સંજયનગરી, ભુજ વાળો હંગામી આવાસમાં આવેલ બ્લોકના કારખાના પાછળ કમલેશ સોઠાના રહેણાંક મકાનની પાછળ આવેલ બાવળોની ઝાડીમાં જમીનમાં ઈંગ્લીશ દારૂની બોટલો દાટેલ છે. અને હાલે પોતે ત્યાં સદર બોટલો કાઢવા માટે ગયેલ છે.” જે અન્વયે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓના નામ-
- અલ્તાફ ઉર્ફે અલ્તુ રમજુ મમણ ઉંમર વર્ષ 22 રહે સંજયનગરી, નાગોર રોડ, ભુજ
પકડવાના બાકી આરોપી-
- કમલેશ મોહનલાલ સોઢા રહે જી.આઇ.ડી.સી હંગામી આવાસ ભુજ
- જયંતી નરશી ઠાકોર રહે ભચાઉ કચ્છ
ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત-
- nanaq adriel ccclassic whisky bllended bottiriesby m/s blue moondisstilleries 750ml. for sale in goa only. લખેલ કાંચની બોટલો નંગ-36 કિંમત રૂપિયા 12,600/-
- royal black apple vodka 750ml. for sale in goa only. લખેલ કાંચની બોટલો નંગ-12 કિંમત રૂપિયા 4,200/-
- GRAVITY green apple flavoured vodka 750ml. for sale in u.t. chandigarh only લખેલ કાંચની બોટલો નંગ-17 કિંમત રૂપિયા 5,950/-
- kingfisher strong premium beer 500ml. લખેલ બીયર ટીન નંગ-24 કિંમત રૂપિયા 2,400/-
અન્ય કબ્જે કરેલ મુદ્દામાલ-
મોબાઈલ ફોન નંગ-02 કિંમત રૂપિયા 5,500/- એમ કુલ કિંમત રૂપિયા 30,650/-
સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
ઉપરોક્ત કામગીરીમાં એ.એસ.આઇ યશવંતદાન નવલદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ મંગલભાઈ ગઢવી તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ રાજ રાજેન્દ્ર જેસર તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગોવિંદજી જાડેજા તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી, એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.