ગ્રાન્ડ થ્રીડી હોટલ પાસેથી આધાર પુરાવા વગરના લોખંડના એંગલો સાથે આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે. એન. પંચાલ સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજ મંગલભાઇ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે લખુરાઇ ચાર રસ્તાથી આત્મારામ સર્કલ તરફથી એક પીળા કલરની છત્રીવાળી રીક્ષા જેના રજીસ્ટર નંબર જીજે-07-V-7044 વાળીમાં કોઈ આધાર પુરાવા વગર કે છળકપટથી મેળવેલ લોખંડના એંગ્લો લઈને આવે છે જેથી ગ્રાન્ડ થ્રીડી હોટલ પાસે વોચમાં હતી તે દરમિયાન બાતમી હકીકત વાળી રીક્ષા આવતા હાથના ઈશારા વડે ઉભી રખાવી તપાસ કરતાં લોખંડના એંગ્લો મળી આવેલ બાદ પૂછપરછ કરતા અગાઉ ભંગારના વાડામાં વેચેલ હોવાનું જણાવેલ જેથી ભંગારના વાડે તપાસ કરતાં વેચેલ લોખંડના એંગ્લો મળી આવેલ જેથી તમામ મુદ્દામાલ સી.આર.પી.સી કલમ 102 મુજબ કબ્જે કરેલ તથા આરોપીઓને સી.આર.પી.સી કલમ 41(1)(ડી) મુજબ અટક કરેલ તથા આ કામેની આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ મંગલભાઈ ગઢવીનાઓ ચલાવી રહેલ.
પકડાયેલા આરોપીઓના નામ-
- મહેશગર પ્રેમગર ગૌસ્વામી ઉંમર વર્ષ ૨૭ રહે દિપક પેટ્રોલ પંપની સામે ધર્મ કોમ્પલેક્ષની પાછળ ઝુપડપટ્ટીમાં ભુજ
- શબીર કાસમ નાયક ઉંમર વર્ષ 19 રહે ગ્રાન્ડ થ્રીડી હોટલની સામે સંજયનગરી ભુજ
- કેતનભાઇ લક્ષ્મીચંદ ગોર ઉંમર વર્ષ ૩૫ રહે શાંતિનગર સરપટનાકા બહાર ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ-
- લોખંડના એંગલો આશરે કિલો-265 જેની આશરે કિંમત રૂપિયા 9,275/-
- બજાજ કંપનીની રીક્ષા રજીસ્ટર નંબર GJ-07-V-7044 કિંમત રૂપિયા 30,000/-
- એક vivo કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,000/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
ઉપરોક્ત કામગીરીમાં એ.એસ.આઇ યશવંતદાન નવલદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ મંગલભાઈ ગઢવી તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ રાજ રાજેન્દ્ર જેસર તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગોવિંદજી જાડેજા તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી, એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.