ડ્રગ્સ સપ્લાય કરતાં ઇસમો ઝડપાયા

પ્રખ્યાત બિચ્છુ ગેંગના સહાયક તનવીર ઉર્ફે તન્નુ અને અન્ય સહાયકોને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક કેરિયરને એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા. હજુ 3 ઇસમો વોન્ટેડ હોવાનું જાણવા મળે છે.

ગોલ્ડન ચોકડી પાસે થી પોલીસે કારમાંથી તનવીર, મુંબઈની મધુમિતા અને પાર્થ નામના યુવકને ઝડપી પાડી 8 લાખની કિંમતનું મેસેડોન કબ્જે કર્યું. પોલીસની તપાસમાં ડ્રગ્સનો જથ્થો ઇન્દોર નજીકની એક હોટલમાં અપાયો હતો.

ડ્રગ્સનો જથ્થો લાવનાર ટોળકી પાસેથી પોલીસે મોબાઇલ કબ્જે કરી તપાસ કરતાં મધ્યપ્રદેશના કેટલાક શંકાસ્પદ નંબરો હાથ લાગ્યા. જેથી એસ.ઓ.જી.ની ટીમે મધ્યપ્રદેશમાં વોચ રાખી ઇન્દોર નજીકથી ડ્રગ્સ સપ્લાય કરનાર ગેંગના કેરિયર મોહમ્મદ ફૈઝાન ઇસ્તીયાકખાન મેઉ (મેવાતી) ઉ.વ.21, ધતુરિયા ગામ, જિ.રતલામ, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો. પ્રાથમિક તપાસમાં અન્ય 3 સપ્લાયરોસાજીદ ઉર્ફે લાલા સાબીર હુસેન (હાથીખાના, રતલામ), તોહીદખાં બાબુખાં (ધતુરિયા,રતલામ) અને રીઆઝ શેરજમાલ પઠાણ (નિપાણિયા, રતલામ)ના નામ ખૂલ્યા. જે ફૈઝાનમાં ડ્રગ્સ સપ્લાયનો ધંધો કરતા હતા.