ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એન. રાણા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નીચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ-
અક્ષય રાજેશભાઈ ચાવડા રહે જૂની સુંદરપુરી ધોબીઘાટ ગાંધીધામ
હાજર ન મળી આવેલ આરોપીનું નામ-
સમીર નરેશભાઈ સથવારા રહે કૈલાશ સોસાયટી ભારતનગર ગાંધીધામ
મુદ્દામાલની વિગત-
વિદેશી દારૂની બોટલો નંગ 15 કિંમત રૂપિયા 5,250/-
બીયર ટીન નંગ 6 કિંમત રૂપિયા 600/-
કુલ કિંમત રૂપિયા 5,850/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.