ઇન્દિરાનગરી વિસ્તારમાંથી મો.સા. ચોરીના ગુન્હાને શોધી આરોપીને ઝડપી ચોરી કરેલ મુદામાલ રિક્વર કરતી ભુજ-શહેર બી ડીવીજન સર્વેલન્સ ટીમ

પોલીસ મહાનિરીક્ષિક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ,ભુજ તથા શ્રી સૌરભસિંહ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ર્ચિમ કચ્છ-ભુજ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.પી.ચૌહાણ સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાંઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ

  • જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોસ્ટેના પો. ઈન્સ્પેક્ટર. શ્રી પી.વી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ.પાર્ટ ઈ.પી.કો કલમ 379 મુજબનો ગુનો તા.3-7-2022 ના જાહેર થયેલ જે ગુના કામે આ કામેના ફરિયાદીના ઘરની આગળ પાર્ક કરેલ હિરો હોન્ડા સ્પ્લેંડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-12 aa-1631 કુલ રૂપિયા 10,000/- વાળી કોઈ ઈસમ ચોરી ગયેલ હોય જે ગુનાકામે હ્યુમન રિસોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ પણ શોધાયેલ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુર સિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ વિક્રમસિંહ જાડેજા નાઓને ખાનગી રહે બાદમી હકીકત મળેલ કે, ચોરીમાં ગયેલ મોટરસાયકલ ધર્મેશ ઠક્કર નાઓને ચોરી કરેલ છે. તેવી હકીકત હોય જે અન્વયે ધર્મેશ દિલીપભાઈ ઠક્કર રહેવાસી ગરીબ ઓરિયેન્ટ કોલોની ભુજ વાળો અત્રેના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના કામે કસ્ટડીમાં હોય જેથી તેને યુક્તિ-પ્રયુક્તિ થી પૂછ ફરજ કરતા સદર મો.સા.ચોરી કાર્યની કબુલાત આપતો હોય તેને સાથે રાખી મો.સા.ની તપાસ થતા ઇન્દિરાનગરી ફૂલની પાસેથી મો.સા. મળી આવેલ જે ગુના કામે રિકવર કરવામાં આવેલ છે.
  • પકડાયેલ  આરોપીના નામ :

       ધર્મેશ દિલીપભાઈ ઠક્કર ઉમરવત 27 રહેવાસી ઘરે ચોક ઓરિએન્ટ કોલોની ભુજ

  • રીકવર  કરેલ મુદ્દામાલ :

                સ્પ્લેન્ડર મો.સા. રજીસ્ટ્રેશન નંબર જી.જે-12 એએ 1631 એન્જિન નંબર       02J18M11561 ચેસીસ નંબર-02J20C14127 કુલ.રૂપિયા 10,000/-

  • કામગીરી કરનાર પોલીસ અધિકારી/કમૅચારી

        ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી.વાઘેલા સાહેબ માર્ગદર્શન સર્વલંન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશજી તલાજી પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ વિક્રમસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ દૈવતસિંહ જાડેજા તથા વિજયજી કાનાજી ઠાકોર એ રીતેના સર્વેલંસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ.