પાટણ જિલ્લા ના રાધનપુરના મસાલી રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા રહીશો પરેશાન…

25b3aa77-5a66-497c-9cd1-486f5e0e2fbf

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં ન આવતા લોકોને હાલાકી..

રાધનપુર નગરમાં ચોમાસા અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે ની યોગ્ય વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ સાંપ્રત વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર પાણી ભરાતા અહી આવેલ સોસાયટીના રહીશોએ પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

                     રાધનપુર નગરમાં પડેલ સામાન્ય વરસાદને કારણે નગરના જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. જાહેર માર્ગો પર ભરાયેલ વરસાદી પાણીને કારણે માર્ગો પરથી પસાર થવું નગર અને મુશ્કેલ બન્યું હતું. નગરના મસાલી રોડ પર છેલ્લા ચારેક દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે આ માર્ગ પર આવેલા દસથી વધુ સોસાયટીના રહીશોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા માર્ગની બંને સાઈડ બનાવેલ ગટરોની સફાઈ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવેલ નથી જેને લઈને વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને જાહેર માર્ગ પર પાણી ભરાયું છે આ સમસ્યાના નિરાકરણ માટે છેલ્લા બે વર્ષથી નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવામાં આવે છે પરંતુ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરાવવામાં આવતી નથી જેને લઈને અહીં રહેતા લોકોને તકલીફો ભોગવી પડે છે જ્યારે આ માર્ગ પર આગળ વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નું કાર્યાલય આવેલ છે તેઓને પણ આ બાબતે રજૂઆતો કરી હોવા છતા ધારાસભ્ય દ્વારા પણ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કામગીરી કરવામાં આવેલ ન હોવાનું લોકોએ જણાવ્યું હતુ. જાહેર માર્ગ પર ભરાયેલ પાણીને કારણે મચ્છરો નો ઉપદ્રવ થતા વિસ્તારમાં રોગચાળો ફેલાશે તેવો ભાઈ અહીં રહેતા લોકોને સતાવી રહ્યો છે. જાહેર માર્ગ પર ભરાયેલ વરસાદી પાણી નો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોએ માંગ કરી હતી.

રિપોટર ભરતભાઈ સથવારા પાટણ