લૂંટ તથા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મુદ્દામાલ  રિકવર કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ મિલકત સંબંધી ચોરીના બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી પી એન ઝિંઝુવાડીયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને બાતમી હકીકત આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર ૫૯૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર ૫૯૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૨,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના વણશોધાયેલ ગુના કામેના આરોપીઓ મળી આવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓ-

( ૧ ) ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર ૫૯૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાકામેના આરોપી

અબ્દુલ ગની ઈસ્માઈલ ચાવડા ઉંમર વર્ષ 26 રહે કિડાણા એકતાનગર તા. ગાંધીધામ

( ૨ ) ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર ૫૯૬/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૯૨,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાકામે પકડાયેલ આરોપી

કાસમ ઉર્ફે કાસુડો ઈસ્માઈલ ચાવડા ઉંમર વર્ષ 32 રહે ચોકીયાતવાસ કિડાણા તા. ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ-

૧. Oppo કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-

૨. સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ gj 12 dr ૮૯૭૩ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-

૩. રોકડા રૂપિયા ૧૦,૨૬૦/-

કુલ મુદામાલ કિંમત રૂપિયા ૪૫,૨૬૦/-

આરોપી અબ્દુલ ગની ઈસ્માઈલ ચાવડા ઉંમર વર્ષ 26 રહે કિડાણા તાલુકો ગાંધીધામ વાળા વિરુદ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ

૧. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર૧૨૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૪૭ મુજબ

૨. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નં ૨૨૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૨૪,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

૩. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર ૧૪૭/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૨૩,૧૪૩,૧૪૭,૧૪૮,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

૪. પાસા ૧૫/૨૦૧૯

આરોપી કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઈલ ચાવડા ઉંમર વર્ષ 32 રહે કિડાણા તાલુકો ગાંધીધામ વાળા વિરુદ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ

૧. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નંબર ૧૦૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબ

૨. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નંબર ૧૪૯૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૮૦  મુજબ

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન ઝિંઝુવાડિયા સાથે સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. તનેરાજસિંહ ચૌહાણ, ભરતભાઈ ભાટી, લાખાભાઈ ઘાંઘર, પ્રવિણસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ પરમાર પ્રદીપસિંહ જાડેજા હિરેનભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવેલ છે