અંધાધુંધ ગોળીબારમાં TMC નેતા સહિત ત્રણના મોત

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આજે સવારે TMC નેતા સ્વપન માઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેની સાથે અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ટ્રીપલ મર્ડર આજે સવારે ત્યારે થયું જ્યારે ટી.એમ.સી નેતા તેના બે સાથીઓ સાથે બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા આ દરમિયાન કેટલાક લોકોએ મોટર સાયકલ રોકીને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું અને નાસી છૂટ્યા હતા ગોળી વાગવાથી ટી.એમ.સી નેતા અને તેના બે સાથીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઘટનાસ્થળેથી કારતુસ અને બોમ્બ મળી આવ્યા હોવાના અહેવાલ છે.