ભુજ શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે આપેલ સૂચના સંદર્ભે જે એન પંચાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સી પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના એ પાર્ટ ગુ ર નંબર ૦૫૭૨/૨૦૨૨ ઈ પી કો કલમ-૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ નેત્રમ સીસીટીવી કેમેરાના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની CB TWISTER મોટર સાયકલ સાથે એક ઈસમને પકડી પાડેલ અને તેની પૂછપરછ કરતા તેણે સદર ગુન્હા કામે ગયેલ હોન્ડા કંપનીની CB TWISTER મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે 12 બીડી 4105 વાળીની ચોરી કરેલાની કબુલાત આપતો હોય જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી-
આનંદ પરેશભાઈ મારૂ ઉંમર વર્ષ ૩૪ રહે હાલે- ડબાવાળી શેરી સહજાનંદનગર મિરઝાપર તાલુકો ભુજ મૂળ રહે મ.નં.સી.-૧ શક્તિનગર-બે હવામાનકચેરીની બાજુમાં ભુજ
રિકવર કરેલ મુદ્દામાલ-
હોન્ડા કંપનીની CB TWISTER મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે 12 બીડી 41૦5 કિંમત રૂપિયા 15000/-
આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ એન જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ ડી જાડેજા તથા રણજીતસિંહ કે જાડેજા તથા જયદેવસિંહ જે જાડેજા નાઓ જોડાયેલા હતા.