ગેરકાયદેસર મકાનમાં દારૂનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો


પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઇ હંસરાજભાઈ સુડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખોડીયારનગર વિસ્તારમાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અર્જુન દલસુખભાઈ દેવીપુજક રહેવાસી ખોડીયારનગર ઝૂંપડા ગાંધીધામ વાળો પોતાના રહેણાકા ઝુપડામાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી તે બાતમી આધારે સદર રહેણાંક ઝડપનો દરવાજો બંધ જોવામાં આવેલ જેથી દરવાજા બહાર ઉભા રહી દરવાજો ખટખટાવી અર્જુનના નામની બૂમ પાડતા સદર રહેણાંક ઝુપડામાંથી એક ઇસમ બહાર આવેલ જેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ અર્જુન દલસુખભાઈ દેવીપુજક હોવાનું જણાવેલ જેથી સદર ઝુપડામાં પ્રવેશી તપાસ કરતા રહેણાંકના ઝુપડા માંથી 10 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના કેનમાં આશરે 9 લીટર જેટલું સફેદ પ્રવાહી ભરેલ મળી આવેલ જેથી મુદ્દામાલ કબ્જે કરી મુદામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમિયાન હાજર મળી આવી પકડાઈ જઈ ગુન્હોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.