હોર્ન વગાડતા ઉશ્કેરાઈ ઇસમો દ્વારા કરાઇ મારા-મારી..
આલાવારી મસ્જિદ થી સ્ટેશન રોડ તરફ ફરિયાદી પોતાની ગાડીનું ઓઇલ લેવા માટે જતા હતા ત્યારે બે શખ્સો રોડ ક્રોસ કરી રહ્યા હતા જેથી ફરિયાદીએ પોતાની ગાડીનું હોર્ન વગાડતા શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માં-બેન સમી ભૂંડી ગાળો આપી અને ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા શખ્સોએ ફરિયાદીને ધક બુશટનો માર મારી અને ત્રીજો શખ્સ નુરમામદ ઓસમાણ મણકા ત્યાં આવેલ અને તેની પાસે રહેલ છરી ફરિયાદીને મારવા જતાં ફરિયાદી પોતાનો હાથ આડો રાખેલ જેના કારણે ફરિયાદીને જમણા હાથના ભાગે લોહી નીકળવા લાગેલ અને આ લોકો ફરિયાદીને ધક બુશર કરતા તે જોઈ લોકો ત્યાં ભેગા થતા શખ્સો ત્યાંથી નાસી ગયેલ અને જતા જતા ધાક ધમકી પણ આપેલ અને ફરિયાદીને ઇજા પોચેલ જેથી તેમને સારવાર માટે જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હોં નોંધી આગવી તાજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ.