લમ્પી સ્કિન ડિજીજ વાયરસના એક સાથે સુખપર માં 5 કેસ ની સારવાર..

ગાયો માં ભયંકર તેમજ જડપી રીતે ફેલાતો લમ્પી વાયરસ ઘાતક થતો જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના સુખપર ગામના નરનારાયણ નગરમાં એક ગૌ પ્રેમી યુવકને એક નંદી બીમાર નજરે ચડ્યો હતો ત્યાર બાદ 1962 પર કોલ કરી કેશ નોંધાવી સમગ્ર જાણકારી આપી હતી. ટૂંક જ સમયમાં 1962 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ડૉક્ટર દ્વારા તેની સારવાર ચાલુ કરાઈ હતી. હાજર પરના ડૉક્ટરના કહેવા મુજબ એ કેસ લમ્પી સ્કિન ડિજીજનો જાણવા મળ્યો હતો. એની સાથે જ સુખપરના અલગ અલગ વિસ્તાર માંથી ટોટલ મળીને આ વાયરસના પાંચ કેસ સામે આવ્યા હતાં. જેમાં ડોક્ટર દ્વારા થતી સારવાર કરવામાં આવી હતી.

આ વધતી જતી બીમારીમાં ક્યાંક અબોલ પશુ પ્રતે લાગણી બતાવી આપણા ને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે. એની સારવાર, સંભાળ માટે તેમજ ખાસ કરી ને આવી બીમાર ગાયો કે જે માલિકીની છે એ માલિકો ને પણ પોતાની ગાયોને રઝળતી ના મુકવી જોઈએ. માલિકોએ તેની સારવાર પર ભાર આપે કે જેથી એ બીમારી બીજી ગાયોને ના થાય અને વાયરસ આગળ ના વધે અને ગૌમાતા સુરક્ષિત રહે.