ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

પોલીસ હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ મંગલભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા રાજ રાજેન્દ્ર જેસર એ રીતેના પો. સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આત્મારામ સર્કલ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જાવેદ ઉર્ફે દઇ મામદ લાખા રહે. હિના પાર્ક- ચાર અમનનગર ચોકડીની બાજુમાં ભુજવાળાએ ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની બોટલો તેના માણસ કાસમ ઉર્ફે જોની ઓસ્માણ ભોખેરા રહે જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજવાળાના કબ્જાના ભોગવટાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખેલ છે તેથી બાતમી વાળી જગ્યાએ જઈ જોતા મકાનની કડી બંધ કરેલ હોય જેથી મકાન પાસે ઊભા રહી અવાજ આપતા કોઈ જવાબ ન મળેલ અને મકાન અંદર જવું જરૂરી હોય જેથી પ્રોહિ. કલમ 120 મુજબનો ઠરાવ કરી મકાનના દરવાજાની કડી ખોલી મકાનમાં પ્રવેશ કરી મકાનની ઝડતી કરતા રૂમની દિવાલ પાસે એક સફેદ કલરના કોથળામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની સીલબંધ બોટલો જોવામાં આવેલ તેમાંની એક બોટલ બહાર કાઢી જોતા તેના ઉપર અંગ્રેજીમાં NANAQ ADRIEL CLASSIC WHISKY 180 ML FOR SALE IN GOA ONLY લખેલું જોવામાં આવેલ એમ બોટલ નંગ-૪૭ મળી આવેલ જેથી એક બોટલની કિંમત રૂપિયા 100 ગણી 4700/-નો મુદ્દામાલ કબ્જે કરેલ અને રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળી આવી ગુનો કરવામાં એક-બીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ ગુજરાત પ્રોહિ. એક્ટ કલમ 65 (એ),(એ),81 મુજબ ગુન્હોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી અને બને આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રગતિમાન કરવામાં આવી.