આરોપીએ પોતાના કબ્જાનો મહિન્દ્રા આલ્ફા પેસેન્જર છકડો ટ્રાફિકને અડચણરૂપ તથા અકસ્માત સર્જે તે રીતે ઉભી રાખી તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પકડી પાડતી સીટી ટ્રાફિક શાખા, પશ્ચિમ, કચ્છ-ભુજ

પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર હરિલાલ રાઠોડ તથા એ.એસ.આઇ પુનશીભાઈ શામજીભાઈ મહેશ્વરીએ રીતેના ભુજ સીટી ટ્રાફિક શાખા સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરી અંગે સરકારી બોલેરો ગાડી પી- 221 વાળીથી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા જ્યુબિલી સર્કલ ભગવતી પાન સેન્ટરની સામે જાહેર રોડ પર આવતા એક પેસેન્જર છકડાનો ચાલક પોતાના કબ્જાની પેસેન્જર છકડો રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે તેમજ કોઈ અકસ્માત સર્જે તે રીતે રોડની વચ્ચે ઉભી રાખી પેસેન્જરની હેરા-ફેરીનો ધંધો કરતા હોય જેથી પેસેન્જર છકડો જોતા મહિન્દ્રા આલ્ફા પેસેન્જર છકડો રજીસ્ટર નંબર GJ-12-BU-2813 વાળા લખેલ હોય સદર મહિન્દ્રા આલ્ફા પેસેન્જર છકડા ચાલકનું નામ-ઠામ પૂછતા પોતે પોતાનું નામ મૂકીમ સાહેબ ભાઈ સમા ઉંમર વર્ષ 22 રહે હાલે આદર્શ નિવાસી શાળાની બાજુમાં લોટસ કોલોની ભુજ મુળ રહે ગામ ઢંઢી ખાવડા તાલુકો ભુજ-કચ્છ વાળો હોવાનું જણાવેલ મજકુરને પોતાના કબ્જાનું વાહન જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ તથા અકસ્માત સર્જે તે રીતે રોડ વચ્ચે રાખવા બાબતેનું પાસ પરવાનું કે આધાર તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો બતાવવા કહેતા પોતાની પાસે એવો કોઈ પાસ પરવાનો કે આધાર તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરના કબ્જાની ઉપરોક્ત મહિન્દ્રા આલ્ફા પેસેન્જર છકડો રજીસ્ટર નંબર GJ-12-BU-2813 વાળો જેતે હાલતમાં તેને સોંપી મજકુર ઈસમને સદરહુ ગુનાની તપાસ કામે તપાસ કરનાર અધિકારી દ્વારા જ્યારે જ્યારે અને જ્યાં બોલાવવામાં આવે ત્યારે ત્યાં તેઓ સમક્ષ હાજર રહેવા માટે સી આર પી સી કલમ 41(1) મુજબની નોટિસ આપી મુક્ત કરવામાં આવેલ છે

જેથી ઉપરોક્ત મજકુર મૂકીમ સાહેબભાઈ સમા ઉંમર વર્ષ 22 રહે હાલે આદર્શ નિવાસી શાળાની બાજુમાં લોટસ કોલોની ભુજ મુળ રહે ઢંઢી ખાવડા તાલુકો ભુજ કચ્છ વાળો પોતાના કબ્જાની મહિન્દ્રા આલ્ફા પેસેન્જર છકડો રજીસ્ટર નંબર GJ-12-BU-2813 વાળાને જાહેર રોડ ઉપર ટ્રાફિકને  અડચણરૂપ તથા અકસ્માત સર્જે તે રીતે કોઈ પાસ પરવાનો કે આધાર તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ઉભી રાખી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ આઈ પી સી કલમ 283 તથા એમ.વી.એક્ટ કલમ 3, 181 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.