ભચાઉ સામખીયાળી વચ્ચેના વોન્ધ ધોરીમાર્ગ પર SUV કાર રેલિંગ સતગે ધડાકાભેર અથડાતા એકનું મૃત્યુ, એક ઘાયલ

ઘાયલને 108 દ્વારા ભચાઉ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ભચાઉના વોન્ધ પાસે આજે બપોરે 3.30ના અરસામાં સામખીયાળી તરફ જતી SUV કાર કોઈ કારણોસર હાઈવેની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. સામખીયાળી તરફ જતી જીજે 12 ઇઇ 3933 વાળી કાર ખારી પુલ પાસેની રેલિંગમાં ટકરાઈ પડતા તેમાં સાવર બન્ને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. તેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી.
લોકોએ 108 બોલાવી ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડવા મદદરૂપ બન્યા
ભચાઉ સામખીયાળી વચ્ચેનો ધોરીમાર્ગ 6 માર્ગીય હોવા છતાં અહીં અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. તેમાં આજે વધુ એક કચ્છ પારસિંગ ધરાવતી SUV કાર અકસ્માતનો ભોગ બની હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળેજ કરુંણ મૃત્યુ થયું હતું. અકસ્માત એકઠા થઇ ગયેલા લોકોએ અકસ્માતગ્રસ્ત મદદરૂપ બન્યા હતા. હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળી કારને બાજુ પર કરવામાં આવી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
