24 કલાકમાં 216 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર, 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા.

આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. જ્યારે રાજ્યમાં 23 જૂલાઈના સવારના 6 વાગ્યાથી 24 જૂલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો. કુલ 8 તાલુકામાં 4થી 7 ઇંચ મેઘ મહેર થઈ. જ્યારે સીઝનનો સરેરાશ 21 ઇંચ એટલે કે 64 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડ્યો.