પૂણેમાં ટ્રેઈની એકક્રાફ્ટ ક્રેશ, પ્લેનના બે ટુકડા..

f3530f05-cb0d-417b-ab38-4cbd7c3ca670

મહારાષ્ટ્રના પુણે શહેરની હદમાં એક ટ્રેઈની એરક્રાફ્ટના ક્રેશ લેન્ડિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ ઘટનામાં પ્લેન બે ભાગમાં ફાટી ગયું અને 22 વર્ષની મહિલા પાયલટ ભાવિકા રાઠોડ ઘાયલ થઈ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ અકસ્માત આજે સવારે થયો હતો ભાવિકા રાઠોડ ટ્રેનિંગ માટે ટૂંકી ફ્લાઈટમાં હતી ત્યારે આ ઘટના બની હતી આ દરમિયાન વિમાન પરનો તેમનો કાબુ નબળો પડી ગયો અને પછી તેણે ઇન્દાપુર તાલુકાના કદબનવાડી ગામમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું આ અકસ્માતમાં ભાવિકા રાઠોડ ઘાયલ થઈ છે જેને શેલગાંવની નવજીવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દુર્ઘટનામાં સામેલ વિમાન રેડબર્ડ એવિએશનનું છે જે પૂણેના બારામતીમાં સ્થિત છે જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઇમર્જન્સી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.