આરોપીએ પોતાના ઘરના રસોડાના ભાગે દેશી દારૂ રાખી રેડ દરમિયાન ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ કાંતિભાઈ તથા રાજુભાઈ જગન્નાથ નાઓ સાથે બીટ નંબર ૧  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા મોટા એકલબારા ગામે આવતા મળેલ હકીકત આધારે મોટા એકલબારા ગામે રહેતી મીતાબેન ઉર્ફેની નીતાબેન W/O નટુભાઈ નાથાભાઈ માળીના ઘરે પ્રોહી અંગે રેડ કરતા સદરી બહેન તેના ઘરે હાજર હોય તેને સાથે રાખી તેના ખુલ્લા ઘરમાં પ્રોહી મુદ્દામાલ અંગે તપાસ કરતા તેના ઘરમાં રસોડાના ભાગેથી એક થેલી મળી આવેલ જેમાં જોતા દેશી દારૂની પોટલી નંગ બાર મળી આવેલ જે દરેકમાં 250 ml લેખે કુલ દેશી દારૂ લીટર 3 કિંમત રૂપિયા 60 નો મુદ્દામાલ મળી આવેલ હોય સદર દેશી દારૂ રાખવા અંગે સદરી બહેન પાસે પાસ પરમિટ માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ

જેથી સદરી મીતાબેન ઉર્ફે નીતાબેન W/O નટુભાઈ નાથાભાઈ માળી રહે મોટા એકલબારા તાલુકો પાદરા જીલ્લો વડોદરા નાઓએ પોતાના ઘરમાં રસોડાના ભાગેથી દેશી દારૂ લીટર ત્રણ કિંમત રૂપિયા 60 નો વગર પાસ પરમીટે ગેરકાયદેસરનો રાખી રેડ દરમિયાન ઘરે હાજર મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ પ્રોહી કલમ 65 (એ) (એ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.