એક જ અઠવાડિયામાં ત્રણ બાઈકની ચોરી,ચોરો સાંઇબાબા મંદિરથી દીપક હોટેલ સુધીના માર્ગને કરે છે ટાર્ગેટ

bike-chori

copy image

ડીસા શહેરમાં તસ્કરો એક પછી એક બાઈકને નિશાન બનાવી રહ્યા છે ખાસ કરીને સાઈબાબા મંદિર થી દિપક હોટેલ સુધીમાં એક જ અઠવાડિયાની અંદર ત્રણ બાઇકની ચોરી થઈ હોવાની ઘટનાઓ બની છે. પાંચ દિવસ અગાઉ સાઈબાબા મંદિર પાસે પાર્ક કરેલ અલગ અલગ બે બાઇકની ચોરી થયા બાદ ભણસાલી હોસ્પિટલના પાર્કિંગમાંથી પણ બાઈક ચોરી થઈ છે. વરધાજી માળી એ ભણસાલી હોસ્પિટલમાં તેમની માતાને સારવાર માટે દાખલ કર્યા હતા. તે સમયે વરધાજીએ તેમનું બાઈક પાર્કિંગમાં મૂકીને માતા પાસે ગયા હતા અને પરત આવતા તેમનું બાઈક ચોરી થઈ ગયેલ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેમણે દક્ષિણ પોલીસ ને જાણ કરી હતી.