ભુજ શહેરમાં ભુજથી હરિપર રોડ વચ્ચે આંગળવાડીની તાલીમ શાળાની હાલત ખુબજ દયનીય

ભુજ શહેરમાંભુજથી હરિપર રોડ વચ્ચે આંગળવાડીની તાલીમ રાખવામા આવી હતી. આ તાલીમ શાળાની હાલત ખુબજ દયનીય જોવા મળી હતી. આ તાલીમ શાળાની અંદર નથી કોઈ જવાબદાર વ્યક્તિ હાજર કે નથી કર્મચારી આ તાલીમ શાળામાં બહાર મોટી તીરાડો પણ જોવા મળી હતી. અને આ તાલીમ શાળા એકદમ સૂમસાન જગ્યાએ બનાવામાં આવી છે. આ જગ્યા એ કોઈ ગેર પ્રવુતિઓ પણ થતી હશે. તો લાગત વળગતા અધિકારીઓ દ્વારા આ સ્થળની ખાસ મુલાકાત લેવી જોઈએ. આ શાળામાં ૧૦૦ થી ૧૫૦ મહિલાઓ તાલીમ સમયે તાલીમ લેવા માટે આવે છે. તો ત્યારે કોઈ જાનહાનિ સર્જાય તો તેનો જવાબદાર કોઈ ? તો આ શાળાનું તાત્કાલિક ધોરણે સમારાકામ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.