એક વાર ફરી બોગસ ડોકટરનું દવાખાનું આવ્યું સામે

ગાંધીધામ થી ભચાઉ જતાં હાઇવે માર્ગ ઉપર બાજુમાં આવેલ જવાહર નગર ખાતે બોગસ ડોક્ટર દ્વારા પોતાનું દવાખાનું ચાલવાઈ રહ્યું છે. આ બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને બાટલા પણ ચળાવામાં આવે છે. સાથે ઇંજીક્સન પણ આપવામાં આવે છે. આવા બોગસ ડોક્ટરો દર્દીની સેહત સાથે ચેડાં કરી રહ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે બોગસ ડોક્ટરોની ડિગ્રી તપાસવામાં આવે જેથી આવી બોગસ ડિગ્રી ધરાવીને પોતાના દવાખાના ચલાવતા નકલી ડોક્ટરો ઉપર લગામ આવે જેથી આવા ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે. ખાસ કરીને ગાંધીધામ વિસ્તારમાં આવા બોગસ ડોક્ટરો ઘનાજ જોવા મળે છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આવા બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *