નસારપુરથી કાર ચોરી કરી કબાડીને વેચવા મહારાષ્ટ્ર ગયેલા 3 સખ્શો ઝડપાયા

ઝડપાયેલા ત્રણેય સખ્શ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના, ઉમરપાડા  તાલુકાના નસારપુર ગામેથી કાર ચોરી કરી કબાડીને વેચવા જઇ રહેલા 3 આરોપીને ઝડપી પાડ્યા હતા જ્યારે એક સખ્શ ભાગી છુટ્યો હતો ઉમરપાડા ના નસારપુર ગામના સ્ટેશન ફળિયામાં રહેતા દીપકભાઈ મંગળભાઈ ચૌધરીએ તેમની ઇકો કાર (G J -19 -A F 1298 )ખરીદી કરી હતી સાંજે કામકાજ પૂરું કરી કાર તેમણે દુકાનની બાજુમાં પાર્કિંગ કરી હતી અને તેઓ પરિવાર સાથે સૂઈ ગયા હતા ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા સખ્શોએ તેમની કાર ચોરી કરી ફરાર થયા હતા.

અને ચોરેલી કારને મહારાષ્ટ્રના નાસિક મધ્યે કબાડીને વહેચવા પહોંચી ગયા હતા , કાર કબાડીને વેચવાની વાતચીત કરી રહ્યા હતા એ જ વેળાએ નાસિક પોલીસના એક ખબરીને  આ સખ્શો  પર શંકા થતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને કાર વેચવા આવેલા સખ્શોને યેન કેન પ્રકારે વાતચીતમાં  ગૂંથી રાખી સમય પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો  હતો પરંતુ આ સખ્શોને પોલીસના આવવાની  ભનક થઈ જતા વાતચીત અધૂરી મૂકી ત્યાંથી કાર લઇ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ આવતા પોલીસે આ સખ્શોને ઝડપી પાડવા પીછો કર્યો હતો અને છેવટે ગાડી રોકી ત્રણ સખ્સોને સ્થળ પર પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે એક સખ્શ રાત્રિનો સમય હોવાથી અંધારાનો લાભ ઉઠાવી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા સખ્શોની ઓળખ રૂસ્તમભાઈ નગીનભાઈ વસાવા, જશવંતભાઈ રમેશભાઈ વસાવા, અને પિંકલભાઈ શ્રાવણભાઈ પાડવી જ્યારે અન્ય એક ભાગી છુટેલા સખ્શ મોહનભાઈ વસાવા (તમામ રહે.ડેડિયાપાડા, ) જિલ્લો નર્મદા ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કાર માલિક દીપકભાઈ ચૌધરીએ આ બનાવની જાણ ઉંમરપાડા પોલીસને કરી હતી. જેના હેઠળ બીટ જમાદાર સતિષભાઈ ધીરુભાઈ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ મહારાષ્ટ્ર  ખાતે પહોંચી હતી અને કાર તેમજ ત્રણે આરોપીઓનો કબજો લીધો હતો.