ભાજપ મહિલા અગ્રણીના ઘરમાંથી થઈ 5.58 લાખની તસ્કરી

ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન અને માઇનોરીટી વિભાગની ડાયરેક્ટરના મકાનમાં 5.58 લાખની તસ્કરી થયાનું બનાવ સામે આવ્યું. જીઇબીમાં રહેતા મહિલા આગેવાન દ્વારા નવા બની રહેલા મકાનમાં ફર્નિચરના રૂપિયા આપવા માટે ઘરમાં રહેલુ લોકર ખોલવામાં આવ્યુ ,પરંતુ લોકરમાં રહેલા રૂપિયા અને દાગીના જોવા મળ્યા નહિ. તે અંગે મહિલાએ સેક્ટર 21 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દર્જ કરી હતી. મહિલા આગેવાન દ્વારા ડ્રાઇવર સામે ચોરીનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો  .

 સરગાસણમાં આવેલા મકાનમા ફર્નિચરનુ કામ કરવામાં આવી રહ્યુ છે. કામગીરીના નાણાં ચૂકવવાના હોવાથી ઘરના બેડરુમમાં આવેલા લોકરમાંથી નાણાં લેવા માટે ખોલવામાં આવ્યુ હતુ. ત્યારે લોકરમાં કાંઇપણ જોવા ના મળતા ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારે તેમા રોકડા 5 લાખ રૂપિયા અને સોનાની પેંડલવાળી ચેઇન અને બુટ્ટી કિંમત 40 હજાર, તદ્દઉપરાંત અન્ય એક પેંડલ કિંમત 18 હજાર, સહિત ડોક્યુમેન્ટ મુકવામાં આવેલા હતા. પરંતુ અંદર કાંઇ જોવા મળ્યુ નહિ. જ્યારે લોકરને છેલ્લે 25 જુલાઇના રોજ ખોલાયું હતુ, તે સમય દરમિયાન દાગીના અને રોકડ બરાબર હતુમહિલા આગેવાને તેના દિકરાને નાણાંની જરૂરિયાત હોવાથી ફોન કરીને પાસવર્ડ માગ્યો હતો. મહિલા આગેવાને તેના દિકરાને નાણાંની જરૂરિયાત હોવાથી ફોન કરીને પાસવર્ડ માગ્યો હતો. તે સમયે મહિલા નેતાનો ડ્રાઇવર પાસવર્ડ સાંભળી ગયો હતો. જેને લઇને મહિલા નેતાએ તેના ડ્રાઇવર મહેશ રાવળ સામે ચોરીનો સંદેહ વ્યકત કર્યો હતો