મુન્દ્રાના પ્રતાપપર 66 કેવી સબસ્ટેશન પાસેથી 2.36 લાખની વીજસામગ્રીની થઈ તસ્કરી

મુન્દ્રા તાલુકાના પ્રતાપપર મધ્યેથી અજાણ્યા તસ્કરો 2.36 લાખની વીજસામગ્રી ચોરી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ દફતરેથી બાબુસિંહ પર્વતસિંહ પટેલ (ઉ.વ.44 રહે બલરામ હોટલ -મોટી ભુજપુર મૂળ પંચમહાલ)ની ફરિયાદને ધ્યાને લઈ, અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ રાત્રીના આઠ વાગ્યા થી વહેલી સવાર દરમ્યાન ના અરસામાં બન્યો હતો.જેમાં પ્રતાપપર 66 કેવી સબસ્ટેશન ની બાજુમાં 66 કેવી વીજલાઇન ટાવરની બાજુના ખેતરમાં રાખેલા 2.36 લાખ રૂ કિંમતના લોખંડની ધાતુના વિવિધ સામગ્રીની કોઈ અજાણ્યા સખ્શો ઉઠાવી ગયા હતા.     

 આ ઘટનાને પગલે ગેટકો કંપનીના અધિકારીના કહેવાથી નજીકની હોટલ પર રહેતા આધેડે ફરિયાદ નોંધાવી હતી .ઘટનાને આધારે મુન્દ્રા પોલીસે અજાણ્યા સખ્શો સામે તસ્કરીનો ગુનો નોંધી તપાસકર્તા મુન્દ્રા પી આઈ હાર્દિક ત્રિવેદીએ આરોપીઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા. કચ્છમાં કેબલચોરીના વધતાં જતાં બનાવો વચ્ચે પ્રતાપપરમાં તસ્કરો વીજસામગ્રીની ઉઠાંતરી કરી ગયા હતા.