માનકુવાની હાઈસ્કૂલમાં મોનીટરની ચૂંટણી મુદ્દે સર્જાયો વિવાદ, 4 વિદ્યાર્થીઓ ઘવાયા

 માનકુવા ગામે આવેલી હાઇસ્કૂલમાં મોનીટરની ચૂંટણી અંગે થયેલા વિવાદમાં વિધ્યાર્થી વચ્ચે ઝઘડો થયો.જેમાં 4ને ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનામાં 5 લોકો સામે ફરિયાદ દર્જ કરવામાં આવી છે.

ટી.વાય.બીએમાં અભ્યાસ કરતા માનકુવાના રાજભાઇ રામજીભાઈ માતંગે માનકુવા પોલીસને જણાવ્યું કે તે લાલન કોલેજમાં હતો ત્યારે ગામના મેહુલ ધુવાનો ફોન આવ્યો હતો કે, માનકુવા હાઇસ્કૂલની બહાર છોકરાઓ વચ્ચે ઝઘડો થયો છે, ઘટનાસ્થળે જઈને જોતા કાકાઈ ભાઈ રોહિત લક્ષ્મણ માતંગને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

રોહિતના મિત્ર દર્શને જણાવ્યું હતું કે, તે માનકુવા હાઇસ્કૂલમાં કલાસ મોનીટરની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો જેમાં અવિનાશ રબારી ચૂંટણી જીત્યો  હતો અને તે દિવસે શાળામાંથી બહાર આવી બોલાચાલી કરી હતી. જેમાં આરોપીઓએ દર્શનને મારવાનું શરૂ કરતા રોહિત આ ઝગડા વચ્ચે પડ્યો હતો ત્યારે માથામાં પંચ માર્યો હતો. આ દરમ્યાન શિક્ષકો આવી જતા સૌ નાસી ગયા હતા. ત્યારબાદ રોહિતને માનકુવા બસ સ્ટેશન પાસે લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ પૈકી 1 પાસે છરી પણ હતી.

આ ઘટનામાં રોહિતની સાથે રાજેશ રોસિયા, દર્શન પરમાર અને રાહુલ મહેશ્વરીને પણ સારવાર અપવામાં આવી હતી ત્યારબાદ માનકુવા પોલીસમાં આરોપીઓ રામ રબારી, જશુ રબારી,મમુ રબારી, ધનસુખ રબારી,મહેશભાઈ રબારી અને અવિનાશ રબારી સામે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી જેની તપાસ ડીવાયએસપી જે.એન.પંચાલને સોંપવામાં આવી છે.તેઓએ જણાવ્યું કે,ફરિયાદ બાદ નિવેદન અને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.