5 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે.