માલધારીઓના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત મુખ્ય મંત્રી શ્રી ને કરાઇ રજૂઆત

માલધારી વિકાસ સંગઠન ગુજરાતનાં ૧૫ જિલ્લા અને ૬૨ તાલુકામાં છેલ્લા ૪ વષૅથી કાર્ય કરી રહેલ છે. માલધારી વિકાસ સંગઠન માલધારીઓની સામાજિક,આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે મજબૂત થાય તથા પોતાનો અવાજ યોગ્ય રીતે ઉઠાવી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. માલધારી વિકાસ સંગઠન દ્વારા વિવિધ રીતે સરકાર સમક્ષ માલધારીઓના પ્રશ્નોની રજૂઆત અગાઉ જુદા જુદા સ્તરે કરવામાં આવેલ છે પરંતુ સરકાર શ્રી પાસે થી હજુ તેમની માંગણીઓ સંતોષવામાં આવેલ નથી જેના પગલે આજે સંગઠન દ્વારા માલધારીઓના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત કરાઇ હતી અને માલધારી સમાજના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે તેવી રજૂઆતો કરાઈ હતી.