ભુજ થી ભારાપર જતાં રોડ ઉપર સર્જાયો અકસ્માત

આજરોજ સવારના અરસામાં ભુજ થી ભારાપર જતાં રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર બળડીયા ગામના રહેવાસી જુમા ડાયા ભુજ નોકરી ઉપર આવી રહ્યા હતા. અને રસ્તામાં S.T. બસને ઓવરટેક કરવા ગયા ત્યારે સામેથી બીજો વાહન આવી જતાં જુમા ભાઈએ બાઇક ઉપરથી કાબૂ ગુમાવતા પોતાની બાઇક S.T. બસમાં ઠોકી દીધી હતી. અને જાણવા મળતી વિગતો અનુસાર આ બસના ટાયર જુમા ભાઈ ઉપર થી ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજિયું હતું. અને તેમની સાથે બીજા એક ભાઈ પણ હતા જેમને નાની મોટી ઇજા પહોચી હતી. જેઓને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં ફરજ ભજાવતા ડોક્ટરે જુમા ભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમની સાથે બીજા એક ભાઈ પણ હતા જેમને નાની મોટી ઇજા પહોચી હતી. મૃતક જુમા ભાઈ ICIC બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતાં હતા.

વધુ સમાચારો માટે જોતાં રહો કચ્છ કેર ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *