વાડાસરની ચોરીમાં ઝડપાયેલા આરોપીના કોલ ડીટેઇલ પરથી નાભોઇ સીમની વાયર તસ્કરી ઉકેલાઇ


હાલમાં જ માનકુવા પોલીસે વાડાસર ગામની સીમમાં ચોરીના કેસમાં ઝડપી પાડેલા આરોપીના કોલ ડિટેઇલની તપાસ કરતાં ગત એપ્રિલ માસમાં ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલ અજાપર, જામથડા અને નાભોઇ સીમમાં વીજ પોલમાંથી 3 લાખના વાયર તસ્કરીના પ્રકરણમાં ચોરો સાથે નાભોઇ ગામનો અને ગેટકો કંપનીનાં સિક્યુરીટી ગાર્ડ સામેલ હોવાનું સામે આવતાં માનકુવા પોલીસે આરોપીની અટકાયત કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
વાડાસર ગામની સીમમાં વાયરની તસ્કરીમાં ઝડપાયેલા આરોપીની માનકુવા પોલીસે ધરપકડ કર્યા બાદ ગુનાના મુળ સુધી પહોંચવા માટે આરોપીઓના મોબાઇલના કોલ ડિટેઇલ મેળવી જીણવટથી તપાસ કરતાં ગેટકો કંપની દ્વારા રાખવામા આવેલા નાભોઇ ગામના સિક્યુરીટી ગાર્ડ મોહનસિંહ વંકુભા જાડેજા સંક્ડાયેલા હોવાનું સામે આવતા આરોપીને માનકુવા પોલીસ મથકે લાવી પોલીસે પુછતાછ કરતાં તે ગઢશીશા પોલીસ મથકમાં નોંધાયેલ વાયર તસ્કરીના ગુનામાં આરોપી ગફુર મામદ નોતીયાર રહે ભીડ નાકા બહાર ભુજ, તેમજ અયુબ ઉર્ફે અબ્બાસ કાસમ મમણ રહે નાના વરનોરા સાથે સંકડાયેલા હોવાનું પોલીસને જણાવતાં માનકુવા પોલીસે ગઢશીશા પોલીસ મથકના ગુનાનો ભેદ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.