અંજાર-મુન્દ્રા રોડ પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક સવારનું મૃત્યુ


અંજાર-મુન્દ્રા રોડ પર ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
આ ઘટના અંજાર-મુન્દ્રા રોડ પર અંજારના આશાબા વે બ્રિજથી 1 કી.મી. દુર ઘટી હતી. આ વિશે આદિપુર રહેતા ગોવિંદ ભવરલાલ રીલે ફરિયાદ દર્જાવી હતી કે, ફરિયાદીનો 38 વર્ષીય ભાઈ નરેશ બાઈકથી જતો હતો ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને ટક્કરે લેતા તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવતા અંજાર પોલીસ દ્વ્રારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.