ભુજ તાલુકાનાં કેરા ગામે ઘાસચારનું વિતરણ કરવામાં આવ્યું.

ભુજ તાલુકાનાં કેરા ગામે આવેલ ઘાસ ડેપોની અંદરથી માલધારીઓને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે આ ઘાસ ડેપો માથી માલધારીઓને એક કાર્ડ દીઠ બે ઘાસળી ઘાસચારાની આપવામાં આવી હતી. તો પહેલા રાઉન્ડમાં આ માલધારીઓને બે ઘાસની ઘાસળી વ્યવસ્થિત રીતના આપવામાં આવી હતી. તેથી માલધારીઓને પણ સંતોષ થવા પામ્યો હતો. જયારે બીજો રાઉન્ડ ઘાસનો આવ્યાથી માલધારીઓને ફરીથી ઘાસનું વિતરણ કરવામાં આવશે. આ ઘાસનું વિતરણ છેલ્લા એક મહિનાથી કરાઇ રહ્યું છે.