ભુજ શહેરમાં આવેલ હોસ્પિટલ રોડનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં સારી ગુણવતા વાળો માલ વાપરવામાં આવે તેવી લોક માંગ.

ભુજના હોસ્પિટલ રોડને ફરી એક વખત તોડીને નવો બનાવાઈ રહ્યો છે. હાલમાં જ આ રોડ ઉપર પડેલા ખાડાઓમાં થાગડ થીગડ કરવામાં આવ્યું હતા. ત્યારે આ રોડને અચાનક તોડીને ભુજ નગરપાલિકા દ્વારા નવો બનાવાઈ રહ્યો છે. તો અગાઉ બનાવેલ રોડમાં કોઈ નબળી ગુણવતા વાળું માલ વપરાયું હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. કારણ કે હાલમાં જ ભુજની અંદર પડેલા થોડા વરસાદના કારણે આ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ હતી.

જેને ધ્યાનમાં રાખીને આ રસ્તાનું કામ ફરીથી ચાલુ કરાવીને નગરપાલિકા એ પોતાની આંખ ઉગાડી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો હવે બનાવાઈ રહેલા આ રોડને પાછો તોડી પાડવામાં તો નહીં આવે ને કારણે કે ભુજની અંદર એવા ઘણા રસ્તાઓ છે. જેને એક થી બે વાર બનાવામાં આવ્યા છે. જેનું કારણ એ છે કે કોન્ટ્રાકટરો પોતાના મોટા બિલો પાસ કરાવાવ માટે આ રસ્તાઓ બ્બે વાર બનાવાઈ રહ્યા છે. તેવી લોકો કહી રહ્યા છે.