નલિયાકાંડના વધુ ત્રણ આરોપીના જામીન થયા મંજૂર, સેશન્સ કોર્ટ દ્વારા તેમને જામીન પર મુક્ત કરાયા.

નલિયા દુષ્કર્મ કેશમાં ફરી ત્રણ આરોપીઓને જામીન મળ્યા છે. બહુ ચકચારી નલિયાકાંડની પીડિતા દ્વારા પોતાના નિવેદનને ફેરવી તોડતા નલિયાકાંડના કુલ ચાર આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ નલિયાના જ રહેવાશી એવા બબાશેઠને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ થોડા જ દિવસોના અંતરે બીજા ત્રણ આરોપીઓના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીધામના નગરસેવક અજીત પારૂમલ રામવાણી અને ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી તેમજ નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર)ની જામીન અરજી મંજૂર થતાં આ ત્રણેય આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આમ આ નલિયાકાંડના કુલ ચાર આરોપીઓ બહાર આવ્યા છે.