ગુજરાત બહારનાં બેંક એકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરતા ડિજિટલ ફ્રોડને પહોચી વળવા પોલિસ એક કદમ આગળ વધી

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં હવે મોટા ભાગનું કામ આંગળીના ટેરવે  થાય છે.પરંતુ આના પણ ફાયદા અને નુકશાન છે. એમાં પણ છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ ફ્રોડની ઘટનામાં વધારો થતો   જાય છે અને આ ડિજિટલ ફ્રોડ પોલીસ માટે પડકારરૂપ સાબિત થાય છે. ત્યારે આ પડકારને પહોંચી વળવા માટે પોલીસે હવે એક કદમ આગળ વધી ડાર્કવેબ અંગે ખાસ તાલીમ આપવાની શરૂ કરી છે. એમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાને હૈદરાબાદ મધ્યે 5 દિવસ ખાસ તાલીમ આપવામાં આવી.

ગુજરાત રાજ્યના પોલીસવડા દ્વારા ડાર્કવેબ અંગે તાલીમ માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી. જાડેજાને પસંદ કરવામાં આવ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાને હૈદરાબાદ સાયબર ક્રાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મધ્યે 5 દિવસ માટે મોકલી ડાર્ક વેબ અંગે ખાસ તાલીમ આપવામાં આવી. સાયબર એક્સપર્ટ દ્વારા તેમને આ અંગે તાલીમ આપવામાં આવી.