ભચાઉથી 12 કિલોમીટર દૂર 2.8ની તિવ્રતાનો આંચકો નોધાયો

વર્ષ 2001ના ધરતીકંપમાં કેન્દ્રબિંદુ રહેલા અને વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા ભચાઉ પંથકમાં ધરતીકંપના આંચકા સતત અનુભવાતા તથા રિકટર સ્કેલ પર નોંધાતા રહે છે. આજે સવારે 10.5 મિનિટે 2.8ની તિવ્રતા ધરાવતો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો છે. જોકે, હળવા કંપન ધરાવતા આંચકાના કારણે તેની અસર લોકોમાં નહિવત જોવા મળી.

ધરતીકંપ અને કચ્છ જાણે એકમેકના પર્યાય ન બની ગયા હોય! તેમ ઘણા વર્ષોથી ધરતી ધ્રૂજવવાની પરંપરા આટલા વર્ષો બાદ પણ આજ દિન સુધી યથાવત રહી છે. અને ઝોન 5માં આવતા કચ્છનું પેટાળ સતત ભૂગર્ભ ગતિવિતી ધરાવતું રહ્યું છે, જેની સાક્ષી આપતા આફટરશોક સમયાંતરે રિકટર સ્કેલ પર નોંધાયા કરે છે અને તેમાં વધારો કરતો વધુ એક આંચકો 2.8ની તીવ્રતા ધરાવતો ભચાઉથી 12 કિલોમીટર દૂર સવારે 10.5 વાગ્યે નોંધાયો હતો.આ આંચકાની જાણ લોકોને નહતી થઈ.