ભુજના લાલન કોલેજ સ્ટાફ ક્વાર્ટરમાં ચાલતું જુગારધામ પકડાયું, 10.12 લાખનું મુદ્દામાલ જપ્ત

સાતમ-આઠમના તહેવારના દિવસોમાં અનેક ઠેકાણે જુગારના પડ જામ્યા. જે સ્થળોએ પોલીસ દ્વારા દરોડો પાડીને ગુનો દાખલ કરાયો હતો. લાલન કોલેજના પટાવાળાએ કોલેજના સ્ટાફ ક્વાર્ટરના રહેણાંક મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી જુગારધામ શરૂ કરતા એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને 11 ખેલીઓને 10.12 લાખના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

એ ડિવિઝન પોલીસ દ્વારા રાત્રે અઢી વાગ્યે લાલન કોલેજના સ્ટાફ ક્વાર્ટર નંબર16 ના રહેણાક મકાનમા રહેતાં આશિષસિંહ કિશોરસિંહ જાડેજા કોલેજના પટાવાળાને ત્યાં દરોડો પાડતા દરવાજો અંદરથી બંધ હતો.પોલીસે દરવાજો ખોલી જોતા ગોળ કુંડાળે વળીને પત્તા રમતાં ખેલીઓ મળી આવ્યા.

જેમાં આશિષસિંહની સાથે જયદીપસિંહ ઊર્ફે ભુરો વીરેન્દ્રસિંહ જાડેજા, કિશોરપુરી શ્યામપુરી ગોસ્વામી, વિશાલ રવિભાઈ મહેશ્વરી, વિનોદ વીરજી કોલી, હર્ષદ પરસોત્તમ ઠક્કર, જિજ્ઞેશ જગદીશભાઈ ઠક્કર, નવીનદાન મંગલદાન ગઢવી, ભાવેશ નરભેરામ ઠક્કર, સુનીલ પ્રવિણભાઈ સોલંકી અને હાર્દિક મહેશ્વરીની અટકાયત કરવામાં આવી. આરોપીઓ પાસેથી રોકડા 1.31 લાખ અને મોબાઈલ, વાહનો મળી 10.12 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો.