ગાંધીધામ ઓસ્લો નજીક આવેલ ગોલ્ડન આરકેડ બિલ્ડીંગમાં CAની ઓફિસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી


ગાંધીધામના ઓસ્લો નજીક આવેલ ગોલ્ડન આરકેડ બિલ્ડીંગમાં પહેલા માળે CAની ઓફિસમાં અચાનક આગ લાગી જતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકા, કંડલા ટિમ્બર એસોસિએશન અને દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચાર જેટલા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવીને આગ ઉપર અંકુશ મેળવવા પ્રયત્ન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન આરકેડ સંચાલકો દ્વારા દુકાન અને ઓફિસ ધારકો પાસેથી મેન્ટનેસના નામે અનેક રૂપિયા ઉઘરાવે છે. જ્યારે ગોલ્ડન આરકેડમાં ફાયર સેફટી જેવી સુવિધા નથી. જેની સામે દુકાનદારો અને ઓફિસ ધારકોમાં રોષ દેખાયો હતો.