જુની સુંદરપુરીમાં 2 સખશો દ્વારા યુવાન પર ધોકાથી હુમલો કરાયો


ગાંધીધામ જુની સુંદરપુરીમાં પાણી પીવા ઉભેલા યુવાનને તું અહીં કેમ ઉભો છો કહી બે સખ્શે પાઇપ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી.
જુની સુંદરપુરી તલાવડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય સંજુ દેવજીભાઇ ધેડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બપોરે બે વાગ્યા દરમિયાન તેઓ પોતાના મિત્ર શબ્બીર સાથે આંબેડકર ચોકમાં જેઠા પાતારીયાની દુકાને પાણી પીવા ગયા હતા જેઠા પાતારીયાના ભાઇ ધનજી પાતારીયાએ અહીં કેમ ઉભો છો કહી, ગાળો આપી અહીંથી ચાલ્યો જા એવું કહેતા તેમણે નહીં જાઉ કહ્યું તો લોખંડના પાઇપ અને ધોકા વડે બન્ને ભાઇઓએ માથા, બન્ને હાથ અને પીઠના ભાગે ઇજાઓ પહો઼ચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે એ-ડિવિઝન પોલીસ મથકમાં નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યું. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.