અબડાસામાં વરસાદ બાદ બિમારીનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

અબડાસા તાલુકામાં આ વર્ષે ખૂબ વરસાદ પડ્યા બાદ હવે રોગચાળાનું પ્રમાણ વધી જતાં દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળે છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જ્યારે તાવ, ઝાડા, ઉલ્ટી, શરદી, ઉધરસ જેવા રોગના દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેથી દવા લેવા જતા દર્દીઓની સરકારી હોસ્પિટલમાં લાઈનો જોવા મળે છે. સરકારી આંકડા અનુસાર રોજના 250 થી 300 દર્દીઓની ઓપીડી સરકારી દવાખાનામાં નોંધાઇ રહી છે.