કચ્છમાં ફરી બુધ અને ગુરૂવારે ભારે વરસાદની કરાઇ નિર્ણય આગાહી

કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.24-8 અને તા.25-8ના જિલ્લાના અમુક સ્થળે ફરી ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલું હળવું દબાણ રાજસ્થાન તરફ આગળ વધી નબળું પડવાનું, જેની અસર કચ્છ પર થવાની છે અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા હળવા દબાણની અસર પણ અરબી સમુદ્ર પર જોવા મળશે, જેના પગલે જિલ્લાના અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે.

જયાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી પવનની ગતિ વધીને 45થી 55 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તા.26-8 સુધી જિલ્લાના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, તે વચ્ચે બુધવાર અને ગુરૂવારે ભારે વરસાદની સંભાવના કરી છે.